આડેસરના ભીમાસરમાં બસ સ્ટેન્ડ પાસે જુગટુ રમતા બે શખ્સ પકડાયા,ત્રણ ફરાર

આડેસરના ભીમાસરમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગટુ રમતા બે ઈસમને પોલીસે ઝડપી લીધા હતા. તો કાર્યવાહી દરમ્યાન ત્રણ નાસવામાં  સફળ રહ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 17 હજાર જેટલી રોકડ મળીને કુલ 27 હજાર જેટલી મતા કબ્જે કરી હતી. આડેસર પોલીસ મથકમાં દાખલ થયેલા ગુના મુજબ ભીમાસર ગામના બસ સ્ટેન્ડની બાજુમાં જાહેરમાં ધાનીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.

જેમાં હાર્દીકભાઈ ધરમશીભાઈ દરજી (ઉ.વ.32), બળદેવભાઈ બાબુભાઈ ઘાયટી (ઉ.વ.32) ને 16,820 રુપીયા અને બે મોબાઈલ મળીને કુલ 26,820ના મુદામાલ સાથે પકડી પડાયા હતા. તો આ કાર્યવાહી દરમ્યાન આરોપી દેવાભાઈ રાધુભાઈ કોલી, હકા કુભા પરમાર, મેહુલ ભુદા ગોહીલ (રહે. ત્રણેય ભીમાસર, રાપર) સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે પાંચેય સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.