અમદાવાદમા સસ્તામાં કારની લાલચ આપી વેપારી સાથે 22 લાખની ઠગાઇ કરાઈ

નવરંગપુરાના ફેકટરી માલિકને ફોર્ચ્યુનર કારના પ્લાન્ટમાં ઓળખાણ હોવાનું કહી કાર ખરીદી કરવામાં મોટુ ડિસ્કાઉન્ટ આપવાનું કહીને બે વ્યકિતઓએ વિશ્વાસમાં લઈને રૂ. 22.80 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં બંને સામે ફરિયાદ દાખલ કરાવાઈ છે.
નવરંગપુરાના સૌરભ મહેતાના વકીલ મિત્રને તેમના ઓળખીતા પ્રાંજલ જૈને કહ્યું હતું કે, તમારા કોઈ સગાને નવી ગાડી લેવી હોય તો કહેજો સારી એવી ઓફર અને ડિસ્કાઉન્ટ કરાવી આપીશ. સૌરભ મહેતાએ વૈભવી કાર સસ્તામાં ખરીદવા 31 લાખ આપ્યા જેમાંથી 8 લાખ પાછા મળ્યા.