અંકલેશ્વરના ડબી ફળિયામાં બંધ મકાનમાં કરાઈ તસ્કરી

અંકલેશ્વરમાં શુકલતીર્થની જાત્રામાં પરિવાર ગયો અને ચોર ઘરમાં ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર રામકુંડ રોડ પર આવેલ ડબી ફળીયા મધ્યે તસ્કરોએ બંધ મકાનને નિશાને લીધું હતું. ચોર સોના-ચાંદી ના દાગીના અને 17 હજાર ઉપરાંતની રોકડની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
મકાન માલિક ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન માં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.ભરૂચના શુકલતીર્થ મધ્યે મેળો ચાલી રહ્યો છે. તેઓ પણ અહીંયા બે દિવસ રોકાયા હતાં. આ સમયનો લાભ લઈ તસ્કરો તેમના બંધ મકાનને નિશાને લીધું હતું.મેળો ફરીને બીજા દિવસે આવેલા પટેલ પરિવાર લોક ખોલવા જતાં તે તૂટેલું જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં અંદર જઈને તપાસ કરતાં ચોર તેમના મકાનમાં ત્રાટકી ઘરમાં રહેલી તિજોરી તોડી અંદર રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 17 હજારની મત્તાની ચોરી કરી ચોર અંધારામાં ફરાર થઈ ગયા હતા.આ અંગે મકાન માલિક અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.