જામનગરમાં છેતરપિંડી આચારનાર આરોપીને 22 વર્ષ પછી પોલીસે પકડ્યો

જામનગરમાં છેતરપિંડી આચરનાર ઈસમ સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ભાગી ગયો હતો. જેને 22 વર્ષ પછી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે વડાલી ગામેથી પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હાલ વડાલી મધ્યે રહેતા અને મુળ જામનગરમાં પંચવટી ગૌશાળા પાસેના રહેવાસી કિર્તી અમૃતલાલ શાહ નામના ઈસમ સામે સીટી બી ડિવીઝનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં આરોપી છેલ્લા 22 વર્ષથી પલાયન થયો હતો.

પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી. જેના આધારે આ ઈસમને વડાલી મધ્યેથી પકડી પડાયો હતો. જે પછી આગળની કાર્યવાહી માટે સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં સોંપી અપાઈ છે.