સ્નીફરડોગની મદદથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

copy image

ભુજના મધાપર ધોરીમાર્ગ પરથી એસઓજી પોલીસે બાતમીના આધારે બલેનો કારને પકડી તેમાંથી સ્નીફર ડોગની મદદ વડે રૂ.2.80 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. બહુમૂલ્ય કિંમતના ડ્રગનો જથ્થો ઝડપાતા સમગ્ર કચ્છ પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે. કુલ 8.લાખ 8 હજાર 810નો મુદામાલ પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે જાહેર કરાયેલી પોલીસ યાદી અનુસાર ગઈકાલ રાત્રે એસ.ઓ.જીના હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે માધાપર ધોરીમાર્ગ પરથી બલેનો કાર નંબર GJ12 DM 3811ને ઝડપી લઈ કારને પોલીસ મથકમાં લઈ જઈ સ્નિફર ડોગની મદદ વડે કારના ગિયર બોક્સમાં છૂપાવેલા રૂ. 2.80 લાખના પાર્ટી ડ્રગ્ઝ સાથે ભુજના 3 આરોપીને SOGએ પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભુજના 25 વર્ષીય અકરમ અબ્દુલગની સંધિસમાં , 24 વર્ષીય નદીમ નૂરમામદ સમાં અને 29 વર્ષના સાવન ચંદુલાલ સમાં સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.