ધાનેરાના શેરા ગામ પાસે ગાડીમાં આગ લાગી

ધાનેરા તાલુકામાં સેરા ગામ પાસે ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ધાનેરાથી શેરા ગામ તરફથી જતાં મુખ્ય માર્ગ પર અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી. સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી.
ધાનેરા તાલુકાના શેરા ગામ પાસે એક ગાડી ચાલક પોતાની ગાડી લઈ પસાર થતા હતા તે દરમિયાન અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી. જેમાં ચાલકની સમય સૂચકતાના લીધે ગાડી રોડની સાઈડમાં કરી નીચે ઉતરી ગયા હતા. જોકે, જોત જોતામાં ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
રોડ વચ્ચે ગાડીમાં આગ લાગવાના કારણે વાહનોની લાંબી લાઇન લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા આગ બુજાવવાના પ્રયાશ હાથ ધર્યા હતા. આ બનાવમાં સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી, પરંતુ ગાડી માલિકને મોટું નુકસાન થયું હતું.