કોટડાનો જર્જરિત પુલ બંધ કરવા મામલતદાર સ્થળ પર પહોચ્યા

ભુજ તાલુકાના ઉગમણા અને આથમણા કોટડાને જોડતો જર્જરિત પુલ બંધ કરવા ખુદ ભુજ ગ્રામ્ય મામલતદાર ધસી ગયા હતા અને સ્થાનિકોની દલીલો બાદ આ પુલ બંધ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે માર્ગ અને મકાન વિભાગની ટીમ પહોંચી ત્યારે સ્થાનિકોએ વિરોધ દર્શાવી પુલ બંધ કરવા કે જાહેરનામું લગાવવા પણ આપ્યું ન હતું. ત્યાર પછી બુધવારે ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, માર્ગ અને મકાન વિભાગના દિપક પ્રજાપતિ સહિત પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને આ પુલ છેવટે બંધ કરવામાં આવ્યો હતો અને કલેકટરનું જાહેરનામું લગાવી દેવામાં આવ્યું હતું. આ પુલ પર કલેકટરે દ્વિચક્રી,ઓટોરિક્ષા,એસ.ટી બસ,ટ્રકો તેમજ ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી દેવાઈ છે.આ માટે વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવે છે તો પોલીસને પણ જાહેરનામાને ચુસ્ત અમલી કરવા પોલીસને લેખિતમાં જણાવવામાં આવ્યું છે.