મુંડી ગામ પાસે એસટી બસ અને કાર ટક્કરાતા એક જ પરિવારના 6 સભ્ય ઇજાગ્રસ્ત

અમદાવાદ ભાવનગર રોડ ઉપર ધોલેરા તાલુકાના મુંડી ગામ નજીક ફોર વ્હીલ કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમા સવાર 6 લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદ ભાવનગર વાયા ધોલેરા રોડ ઉપર મુંડી ગામના પાટીયા નજીક અમદાવાદથી તળાજા જતી એસ.ટી.બસ અને સામેથી આગળ જતી ગાડીની સાઈડ લેતા રોગ સાઈડ આવી.

આ ફોર વ્હીલ ગાડી એસ.ટી.બસ સાથે સામ સામે ધડાકા સાથે અથડાતા કારમા સવાર ડ્રાઈવર સહીત 6 લોકો ગગજીભાઈ ઉકાભાઈ મકવાણા ઉ.વર્ષ 48, પ્રદીપભાઈ ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 20), જકલબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 45), અશનબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 23), પાયલબેન ગગજીભાઈ મકવાણા( ઉ.વર્ષ 20),મીતલબેન ગગજીભાઈ મકવાણા (ઉ.વર્ષ 18) તમામ રહે. ભદ્રાવડ તા. તળાજા આ તમામ એકજ પરીવારના સભ્યો છે અને પોતાના વતનથી આ પરીવાર સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માત થયો હતો. જેમા ત્રણ સગી બહેનોની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યુ હતુ આ બનાવની જાણ થતા આજુબાજુના રહીશોએ ઈજા ગ્રસ્તોને ગાડી માથી બહાર કાઢી ધંધુકા અને પીપળી ગામની 108 ના ડ્રાઈવર અને તબીબ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બાબતે એસ.ટી બસના ચાલક રજનીકાંત પટેલ ઉ.વર્ષ 43 રહે મજરા તા.પ્રાંતિજ અજાણ્યા કાર ચાલક સામે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.