બારિયાના સાગટાળા નજીક 2 જીપમાંથી 6.25 લાખનો વિદેશી દારૂ પકડાયો

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામ પાસે એલસીબીએ નાકાબંધી કરીને મધ્ય પ્રદેશથી બે જીપમાં લવાઇ રહેલો 6.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. માંડવા ગામના એક યુવકની અટકાયત કરીને સાગટાળા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
દાહોદ એલસીબી દેવગઢ બારિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામનો કલસીંગભાઇ સુરસીંગભાઇ બારીયા મધ્ય પ્રદેશના કઠીવાડાથી માંડવ તરફ જીજે-20-એ-3378 બોલેરો તેમજ જીજે-17-એન-8483 નંબરની મેક્ષ ગાડીમાં વિદેશી દારૂ લઇને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.
તેના આધારે એલસીબી પી.આઇ એમ.કે ખાંટ, પીએસઆઇ એમ.એફ ડામોર અને બી.આર ઝાલા સહિતના સ્ટાફે નાકાબંધી ગોઠવી હતી. ત્યારે સાગટાળા નજીક આવેલી બંને ગાડીઓ પ્રયત્ન બાદ અટકાવતાં તેમાંથી 6,25,152 રૂપિયાની પુઠ્ઠાની 170 પેટીમાં ભરેલી વિદેશી દારૂની 6168 બોટલો મળી આવી હતી.
પોલીસે 5.50 લાખ રૂપિયાની બંને જીપ પણ કબ્જે કરી હતી. દેવગઢ બારિયાના માંડવ ગામના કલસીંગ સુરસીંગ બારીયા તેમજ બંને ગાડીના ચાલકો સામે ગુનો નોંધહી સાગટાળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી આવી હતી.
 
                                         
                                        