નાની તુંબડીમાં દુકાન તેમજ જૈન મંદિર અને દેરાસર ના તાડા તૂટ્યા



મુંદ્રા તાલુકાનાં નાની તુંબડી ગામમાં ગત રાત્રે દુકાન સહિત જૈન મંદિર અને દેરાસર ની મુખ્ય ઓફિસના તાડા તૂટ્યા અને ચોરી થઈ હોવાનું સામે આવ્યું. દુકાનની બારી તોડી અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યું હતું દુકાન માથી પેટ્રોલ અને ગલ્લા માથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે તો મંદિરમાં દાન પેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ દુકાનની બારેથી દુબ્લિકેટ ચાવીઓ પણ મળી આવી હતી. નવાઈ ની વાત તો એ છે કે તસ્કરોએ મંદિર અને દેરાસર ની ઓફિસની તિજોરીના તાડા તોડ્યા નથી પણ તેની દુબ્લિકેટ ચાવી બનાવડાવીને તસ્કરી આચરી છે આ ચાવીઓ જેવી શું બીજી પણ દુબ્લિકેટ ચાવીઓ તસ્કરો પાસે હશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે આખા ગામમાં ચોરીના બનવાના કારણે ચકચારી મચી જવા પામી હતી.