ગાંધીધામથી એસી કન્ટેનર ટ્રેનમાં આગ જોવા મળાતા જ આગ પર કાબૂ મેળવી મોટી ઘટના થતાં મેનેજરે અટકાવી

copy image

રેલ્વે સુરક્ષામાં ઉત્તમ કામગીરી બદલ ગાંધીધામના રેલવે કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીધામથી ઉપડતી કંટેનર ટ્રેનમાં આગની મોટી ઘટના થતા મેનેજરે અટકાવી લીધી હતી. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગાંધીધામમાં ટ્રેન મેનેજર (ગુડ્સ) તરીકે કાર્યરત આશુતોષ રાજનું સન્માન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પૂર્વે ગાંધીધામથી એસી કન્ટેનર ટ્રેન રાત્રીના પોણા એક વાગ્યે ગાંધીધામથી નિકળી રહી હતી તે દરમિયાન ત્યારે વાયરમાં શોર્ટ સર્કિટ, સ્પાર્કિંગ અને આગની જ્વાળા જોવા મળી હતી. જેના પર ધ્યાન જતા મેનેજર આશુતોષએ તુરંત ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટર અને લોકો પાયલટને જાણ કરી અને ટ્રેન રોકવા માટે કહ્યું હતું. જનરેટર કારના કર્મચારીઓની મદદથી ક્ષતિનું સમારકામ કર્યા પછી, ટ્રેન લગભગ 01:25 વાગ્યે આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી.