ભિલોડાના જનાલી ગામમાં કારમાં આગ લાગતાં મોડાસા ફાયર વિભાગે આગને કાબુમાં લીધી
 
                
ભિલોડા તાલુકામાં આવેલી જનાલી ગામમાં એક કાર ઉભી હતી. જેમાં અચાનક આગના ધુમાડા જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવા પ્રયાશ કર્યો હતો. પરંતુ કાર સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. બનાવની જાણ મોડાસા ફાયર વિભાગને કરવામાં આવતા મોડાસા પાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. ફાયર મશીન આવે એ પૂર્વે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
 
                                         
                                        