ભુજ પરીક્ષા આપી પરત ફરતા યુવાનની બાઈક સ્લીપ થતા યુવાનનો મોત
ભુજમાં પરીક્ષા આપી પાછા ફરતા યુવાની બાઈક સ્લીપ થઈ ડિવાઇડર સાથે અથડાતાં યુવાનને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં મોત થયું હતું. કૈલાશ નગરમાં રહેતા અમીન પ્રવીણભાઈ જોશી ઉમર 18 વર્ષ સંસ્કાર સ્કૂલમાં પરીક્ષા આપી મિત્ર સાથે પાછા ફરી રહ્યો હતો. બપોરના સમયે ખારી નદી ચાર રસ્તા પાસે બાઈક સ્લીપ થતા ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેના કારણે અમનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પૂર્વે મોત થયું હતું. 18 વર્ષીય યુવાનના મોતના લીધે પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. પરિવાર સહિત વિદ્યાર્થીઓ અને મિત્ર વર્તુળોમાં શોકનું મોજુ ફરી મળ્યું હતું.