કંડલા પોર્ટ દ્વારા સીવીસીના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ સાથે રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરાઈ

copy image

કંડલા સ્થિત દિન દયાદ પોર્ટ ઓથોરિટી દ્વારા સીવીસીના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે ગાંધીધામના ધારાશાસ્ત્રીએ મહામહિમ સુધી લેખિત રજૂઆત કરી છે અને આ અંગે તટસ્થ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

ગાંધીધામના વરીષ્ઠ ધારાશાસ્ત્રી વિધ્યાધર જી. ચંદનાનીએ મહામહિમ રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું કે પોર્ટના સંવેદનશીલ સ્થાનો પર રોટેશનના નિયમોને નજરઅંદાજ કરાઈ રહ્યા છે. નિયમાનુસારથી વધુ સમય એક પદ પર રહેવાથી ભ્રષ્ટાચારના વિકસાવવાની સંભાવના વધી જાય છે અને ત્યારબાદ સંસ્થાના પક્ષમાં કામ થતું નથી. જેથી અધિકારીઓને સંવેદનશીલ સ્થાનો પર એક જ જગ્યાએ લાંબો સમય સુધી ન રાખવા જોઇએ. કમિશન દ્વારા એવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે પોર્ટમાં ક્યા પદોને સંવેદનશીલ માનવા જોઇએ. પત્રમાં એસ્ટેટ વિભાગમાં કાર્યરત અધિકારી ભાસ્કર અંગે નામજોગ રજુઆત કરવામાં આવતા જણાવાયું કે તેઓ 2016થી એટલે કે છ વર્ષથી કાર્યરત છે. 250થી વધુ ધારાશાસ્ત્રીઓ, સલાહકારો અને લીઝ ધારકોએ ચેરમેનને પત્ર લખીને આ અંગે રજુઆત કરી હતી, પરંતુ તે બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આઈ નથી.

તાજેતરમાં નિતિન શાહની ફરિયાદના આધારે એ. એન્જિનીયર ગોહીલની ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, પરંતુ રજુઆતો છતાં અન્ય ડીવીઝનમાં બદલી ન થતા ટ્રાન્સફર બાબતે રજુઆતમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો. અલબત્ત આ અંગે ડીપીએના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશે જણાવ્યું હતું કે પોર્ટ પ્રશાસન તેના ધારાધોરણ અનુસાર જે તે વિભાગમાં કાર્યરત છે.