બાલાપર બુદ્ધ્રો ડેમનો પાણી ખેડૂતોને 2017ની સાલથી કેનાલ દ્વારા આપવામાં આવતી નથી

અબડાસા તાલુકામાં આવેલ બાલાપર બુદ્ધ્રો ડેમનો પાણી ખેડૂતોને 2017ની સાલથી કેનાલ દ્વારા આપવામાં આવતી નથી દર વર્ષે 10..12 લાખનો કેનાલ ના કામનો ખર્ચ બતાવામાં આવે છે.એ ખેડૂતો દ્વારા જણાવ્યું છે.આ વર્ષે 8 લાખનું કેનાલ નું સાફ સફાઈ નો ખર્ચ બતાવામાં આવેલ છે પણ કંઈ કામ થયેલ નથી અને કેનાલ સાફ કરેલ નથી ખાલી બિલો જ બનાવમાં આવે છે .ડેમની અંદર 400 જેટલા મશીનો લાગેલ છે.સરકારી નિયમ મુજબ પાણીના પૈસા ભરવામાં આવે અથવા મશીનોની પરમિશન અને પાણીવેરા ની રસીદો બતાવો એવી ખેડૂતો ની માંગ છે .આજે ખેડૂતો પોતાની જાતે કેનાલ નું કામ સાફ કરીને પાણી ચાલુ કરશે સરકારી અધિકારીને એવું પણ કીધું કે તમે રૂબરૂ કેનાલ અને ડેમ ઉપર આવો પણ અધિકારીઓ આવવાની સખત ના પાડી દીધી મહેંક નામના સાહેબે ફોન ઉપર વાત કરતા તેમણે ખેડૂતો ને જણાવ્યું કે તમે કેનાલ સાફ કરી નાખો પાણી ચાલુ કરી નાખો અમારી પાસે ગ્રાન્ટ નથી.નલિયા ઓફિસ ના અધિકારી. યોગેશ સિંગ નામના સાહેબે જણાવ્યું કે એ લોકોનું કામ નહિ થાય અને મહેન્દ્ર સાહેબે કીધું કે જે થવાનું હશે તે થશે અમે અહીંયા નવા આવેલ છીએ. જે ખેડૂતોને કરવું હોય તે કરે અને અમારું કાંઈ વાંક નથી. ઉપસ્થિત ખેડૂતો.અજીતસિંહ પ્રાગજી જાડેજા..જાડેજા પ્રતાપસિંહ…જાડેજા ભરતસિંહ .. જાડેજા નરેન્દ્રસિંહ હમીરજી.. જાડેજા ભીમજી દેવજી… યાદવ ખેતાભાઇ ભીમજી.. જાડેજા રતનસિંહ કારુભા ..જાડેજા વેલજી દીપસંગજી… જાકબ ભાઈ હાસમ… શ્રી નાની ધુફી પ્રતાપ સિંહ લાખુભા. તથા ગામના તમામ ખેડૂતો હાજર રહ્યા હતા.અબડાસામાં ડેમો અને કેનાલો ના કામોમાં અનેક ભ્રષ્ટાચારી અધિકારીઓ નો સામાયિક છે