ભુજ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કેશુભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કર્યું

ભુજ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ શિવદાસભાઈ પટેલે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. વિરામ હોટેલમાં ઉમેદવારીપત્ર રજૂ કરતાં પૂર્વે યોજાયેલ કાર્યકર્તા મિલન સમારોહમાં ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઈ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં’ ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ભુજ અને સમગ્ર કચ્છમાંથી દરેક સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આવેલ કાર્યકર્તાઓ એએનઇ શુભેચ્છકોને સંબોધતાં કેશુભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા ચાર દાયકાથી હું જનસંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો રહ્યો છું. સંગઠન અને સક્રિય રાજકારણમાં વર્ષોના અનુભવનું ભાથું લઈને નાની-મોટી અનેક જવાબદારીઓ પર રહીને લોકોની સેવા કરવાની તકે પાર્ટીએ મને તક આપી છે. વધુમાં શ્રી પટેલે જણાવ્યું કે, ભુજ વિધાનસભા વિસ્તારમાં આવતા ભુજ શહેર અને તમામ નાના-મોટા ગામોમાં ડબલ એન્જિનવાળી સરકારના સાથથી વિકાસયાત્રાને વેગ મળે તેવા મારા સંપૂર્ણ પ્રયત્નો રહેશે. ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવ સિંહ, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, રાજપરિવારના કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, ભુજ ચેમ્બરના અનિલભાઈ ગોર, ભરતભાઈ ગોર, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીએ આશીર્વાદ પાઠવ્યા હતા. સભાના સમાપન પછી હોટેલ વિરામથી કલેક્ટર કચેરી સુધી ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે કેશુભાઈ પટેલ સાથે પક્ષના અગ્રણીઓ સહિત વિશાળ જનસમુદાય સાથે ગયા હતા. આ અવસરે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને અંજાર વિધાનસભા ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા, જયંતભાઈ માધાપરિયા, ભરતભાઈ શાહ, પચાણભાઈ સંજોટ, રાહુલભાઈ ગોર, મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, વીજુબેન રબારી, ભુજ શહેર પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ આમદભાઈ જત, કે.ડી.સી.સી. બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, એ.પી.એમ.સી. ચેરમેન હઠુભા જાડેજા, બાપાલાલભાઈ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ મેઘજીભાઈ ઠક્કર (શંકરભાઈ), ચંદ્રકાંતભાઈ પટેલ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, માંડવી નગરપાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા