ભુજમાં ખૂન ખૂનની કોશીષ તથા ગૌ હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાના શખ્સોને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ કચ્છ એલ.સી. બી પોલીસ

ભુજમાં પહેલા પણ બે હત્યા, હત્યાની કોષીશ, તેમજ ગૌહત્યાના જેવા ગંભીર પ્રકારના ગુનામાં ઝડપાયેલ મુજાહિદ અલીમામદ હિંગોરજા ઉ. ૨૬. રહે, આઝાદ નગર, સુરલભીટ રોડ,ભુજ સવા એક વર્ષ પહેલા સરલી ગામમાં કોળી યુવાન ખૂનના ગુનામાં તથા ૬ મહિના અગાઉ ભુજ તાલુકાનાં કોટાય ગામમાં યુવકના હત્યાના કેસમાં ગુનામાં સંડોવાયેલ હતો અને હાલે તાજેતરામાં જામીન મુક્ત થયો હતો. હાલમાં પ્રવર્તી રહેલ સંજોગોમાં આ શખ્સ જામીન મુક્ત થયેલ હોઈ અને નજીકના ભવિષ્યમાં ફરીથી આવા ગંભીર ગુનાને અંજામ આપે તેમજ જાહેર વ્યવસ્થાને બાધારુપ થાય તેવી પૂરેપૂરી શક્યતા પોલીસને દેખાતા હાલમાં સંજોગોમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અડચણો ઊભી ન કરે તે હેતુથી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે એમ.બી. ઔસુરા ઇંસ્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી પશ્ચિમ કચ્છ ને આપવામાં આવી હતી જે દરખાસ્તના કારણો તથા હાલની જિલ્લાની પરિસ્થિતી ધ્યાને લઈ કાયદો વ્યવસ્થાના હિતમાં આ શખ્સને પાસા ધારા હેઠળ અટક કરવા વોરંટ કરવા ઇશ્યૂ કરાયો હતો. પાસા વોરંટ મુજબ ભુજ એલ.સી.બી. દ્વારા ગઇકાલે સાંજે ૭-૪૫ વાગ્યાના અરસામાં ભુજ થી અટક કરી તેના વિરુદ્ધ પાસા વોરંટ બજવણી કરી અને શખ્સને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને કચ્છ જિલ્લામાં જાહેર વ્યવસ્થા ખોરવી કાયદો વ્યવસ્થા સામે પડકારરૂપ શખ્સો સામે પણ કોઈ શેહશરામ વિના આવી કાર્યવાહી ચાલુ રાખવામા આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે.