પાલેજ વચ્ચે એક સાથે ત્રણ અકસ્માત સર્જાયા, કાર બની સેન્ડવિચ.

પાલેજ પાસે આવેલા કરજણ તાલુકાનાં સાંસરોદ ગામ નજીક હાઇવે ૪૮ પર ગુરુવારના રોજ સવારના અરસામાં એક સાથે ત્રણ અકસ્માત  થયા હતા. બનાવ સ્થળ પરથી મળતી વિગતો મુજબ હાઇવે પર પાલેજ પાસે આવેલા સાંસરોદ ગામ નજીક અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી કાર નં જીજે ૦૫-જે આર ૩૦૭૧ ને આગળ ચાલી રહેલા કોઈ અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતાં પાછળ આવી રહેલી ટ્રકનંબર એમ પી ૦૯ એચ. એચ-૫૩૮૮  ટ્રકની  હડફેટે લેતા કાર સેન્ડવિચ બની ગઈ હતી. બનાવની જાણ ૧૦૮ ને કરતા તરતજ ઘટના સ્થળે દોડી આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સના  પાયલોટ ઇમ્તિયાઝ દૂધવાલા,ઈ એમ ટી હિતેશ ચમાર તથા બનાવ સ્થળ એકત્ર થયેલા લોકોએ કારમાં ફસાઈ ગયેલા કાર ચાલક વલ્લભભાઈ છગનભાઈ નાવડીયા રહે. વરછા સુરતનાઓને કારનો દરવાજો તોડી   પતરા કાપી મહામહેનતે બહાર કાઢ્યા હતા. જો કારમાં પાછળ સવાર બેસેલા હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી પરંતુ સદનસીબે કારમાં ફક્ત ચાલક હતો. મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી. એલ એન્ડ ટીના કર્મીઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર થોડીવાર માટે વાહનવ્યવહારને અસર થવા પહોચી હતી. જ્યારે થયેલા અકસ્માતમાં કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માત કોઈ જાનહાનિ ન થતાં લોકોએ કુદરતનો પાદ માન્યો હતો. સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *