સાડાઉ ગામમાં પાંચ શખ્સો વેગનર કારમાં ધારિયું તથા લોખંડનો પાઇપ જેવા હથિયારો સાથે મુન્દ્રા પોલીસના હાથે ઝડપાયા.

મુન્દ્રા શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં મુન્દ્રા પોલીસના, પીએસઆઇ એચ.એચ. તિવારી પોલીસ સ્ટાફ સાથે વાહનોની ચેકિંગ કરતાં તે દરમ્યાન મુન્દ્રા ના શક્તિનગરમાં એક વેગનર કાર જી.જે. ૧૨. સીપી. ૧૦૫૬ વાળી કારમાં ચેકિંગ કરતી વખતે તે વેગનર કારમાથી એક લોખંડનું ધારિયું અને લોખંડનો પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ઘૂમી રહેલા પાંચ શખ્સોની મુન્દ્રા પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સોમાં આસિફ અબ્દુલ સાંઘ(ઉ.વ. ૩૧ ),કાદરશા મામદશા સૈયદ(ઉ.વ. ૨૮ ), ઇબ્રાહિમ ઓસમાણ સાંઘ (ઉ .વ. ૩૨ ),જૂસબ સાલેમામદ હિંગોરજા (ઉ.વ. ૩૦ ),રહે ચારેય સાડાઉ મુન્દ્રા તા. છે. અને ગની સાલેમામદ સાંઘ (ઉ.વ. ૨૬ )રહે મુન્દ્રા નો સમાવેશ થાય છે. શખ્સો વેગનર કારમાં ઘાતક હથિયાર સાથે ફરી રહ્યા હતા. ત્યારે નાઈટ પેટ્રોલીંગમાં રહેલી પોલીસે તેમને પકડીને પૂછપરછ કરતાં પાંચ શખ્સોને કોઈ સંતોષકારક જવાબ ન આપતા તો. જેથી શખ્સોને જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગની કલમ હેઠળ પાંચેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી મુન્દ્રા પોલીસ હાથ ધરી છે.