છેલ્લા 10 વર્ષોથી ભુજની ગટર, પાણી, રખડતા ઢોર જેવી અનેક સમસ્યાઓ, મહાનગરપાલિકાની માંગ  

ભુજ શહેર એ કચ્છ જિલ્લાનું પાટનગર ગણાય છે. ભુજ કચ્છના સેન્ટરમાં છે અહીંથી તમામ તાલુકામાં અને પ્રવાસન સૃથળોનો  પ્રવાસ ખેડી શકાય છે ત્યારે ભુજ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે  જાહેર કરાય તેવી માંગ ઠેરની ઠેર ઉઠી રહી છે.  અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો. આ ઉપરાંત ભુજમાં પાણીનો મુખ્ય પ્રશ્ર, ગંદકી, ગટર, રખડતા ઢોરોની સમસ્યા વિગેરે પણ સમસ્યાઓ છે. નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય દ્વારા વિકાસના  દાવાઓ કરાતા હોય છે પરંતુ છેલ્લા 10 વર્ષાથી ભુજની સમસ્યાઓ ઠેરની ઠેર છે. હમીરરસ તળાવને બ્યુટિફિકેશન બનાવવાની વાતો પણ વીસરાઈ ગઈ છે. બસ સ્ટોપ, સીટી બસ સહિતની પણ સમસ્યા ઠેરની ઠેર છે.