રાપર સંઘાર સમાજ સાથે રાપર શહેર ભાજપ ધ્વરા ચૂંટણી બેઠક યોજાઈ.
.રાપર ક્ષત્રિય સંઘાર સમાજવાડી મધ્યે મોટી સંખ્યામાં સંઘાર સમાજ સાથે બેઠક યોજાઈ હતી જેમા જંગી બહુમતી થી ભાજપ ના રાપર વિધાનસભા ના દાવેદાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ને જીતાડવા રાપર શહેર ભાજપ ધ્વરા અપીલ કરાઈ હતી જેના જવાબ માં સંઘાર સમાજ ધ્વરા એકીસુરે જાહેર ટેકો આપી ને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને સંઘાર સમાજે જાહેર માં કહ્યું હતું કે કોંગ્રેસ ના ઉમેદવાર તો ઠીક પણ તેના કાર્યકર્તા ઓ પણ અમારા વિસ્તારમાં કોંગ્રેસ નો પ્રચાર નહીં કરે અમારો બાપુ ને જાહેર ટેકો છેં તેવું જણાવ્યું હતું યોજાયેલ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હમીરસિંહ સોઢા, જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, મહામંત્રી લાલજી કારોત્રા, મેહુલ જોશી,રાપર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સંઘાર સમાજ ના પ્રમુખ શ્રી રમેશભાઈ શિયારીયા,પૂર્વ ઉપ પ્રમુખ બળવંત ભાઈ ઠક્કર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જાગુબેન શાહ,સંઘાર શિયારીયા સમાજ ના અગ્રણીઓ સવજીભાઈ સંઘાર, દેશરભાઈ સંઘાર, રમેશભાઈ સુરાભાઈ સંઘાર, નારણ શિયારીયા, મુરજી સંઘાર, સીવાભાઈ સંઘાર, રમેશ ભચુભાઈ સંઘાર,અમુભાઈ સુરાભાઈ સંઘાર,કાનજીભાઈ શિયારીયા સહિત મોટી સંખ્યામાં સંઘાર સમાજ ના ભાઈઓ ઉમટ્યા હતાં આભાર વિધિ ધર્મેશ ભાઈ શિયારીયા એ કરી હતી