રણ માર્ગે કારમાં લવાતો રૂ. 1.50 લાખનો દારૂ પોલીસે ઝડપ્યો

કચ્છમાં રણના માર્ગે દારુનો જથ્થો ઘુસાડાતો હોવાની સચોટ માહિતીના આધારે પોલીસે રાપરના વરણુ ગામના રણના કાંઠા પાસે વોચ રાખીને આવતી એક કારમાંથી 1.50 લાખના દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. વિધાનસભા ચુંટણીની આચારસંહિતા લાગુ પડી ચુકી છે ત્યારે રાપર અને ભચાઉ સર્કલનો પોલીસ કાફલો તપાસમાં હતો તે દરમ્યાન આડેસર પોલીસના PSI બી.જી. રાવલને મળેલી બાતમીના આધારે વરણુ રણ કાંઠા પાસે સર્ચ ચાલતી હતી

ત્યારે અંગ્રેજી દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને અલગ અલગ બ્રાંન્ડની કુલ 348 બોટલ દારુ, કે જેની કિંમત 1.50 લાખ થઇ જાય છે. તે સાથે કાર અને મોબાઈલ મળીને કુલ 6,71,640 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી પ્રકાશ વાલાભાઈ ઠાકોર (ઉ.વ.22) (રહે. નાની પીપળી, રાધનપુર) અને આકાશ જયંતીભાઈ રાવલ (ઉ.વ.20) (રહે. રાધનપુર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા.