કોડીનારમાં ગોડાઉનમાંથી રૂપિયા દોઢ લાખનો વિદેશી શરાબ-બિયરનો જથ્થો ઝડપાયો

કોડીનારના બસ સ્ટેશનના સામેના ભાગમાં આવેલા એક ગોડાઉનમાંથી ગાંધીનગર મોનિટરિંગ વિજિલન્સ પોલીસે બે હજાર બોટલ અંગ્રેજી શરાબ તથા 470 બિયરના ટીન મળીને કુલ રૂ. દોઢ લાખનો વિદેશી શરાબના જથ્થા સાથે ઈસમની અટક કરી છે જ્યારે બે ઇસમો નાસી ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ વિજિલન્સને મળેલી ચોક્કસ જાણકારીના આધારે બસ સ્ટેશન નજીક હેડ કોન્સ્ટેબલ યુસુફખાન શેરખાન તથા સ્ટાફ વોચ રાખી બેઠા હતા ત્યારે તે દરમિયાન બસ સ્ટેશન સામેના શિવમ ટેઇલર સામેની બંધ દુકાનમાં રાખેલો શરાબ સપ્લાય કરવા મેહુલ માલા કોળી આવેલો તેને પોલીસે રંગેહાથે ઝડપી લીધો હતો. જ્યારે તેની સાથેના બે ઇસમો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. જેમાં એકનું નામ જોન તરીકે ઓળખાયું છે. ઝડપાયેલા શરાબમાં બે હજાર જેટલો વિદેશી શરાબનો સમાવેશ થાય છે જેની કિંમત રૂ.દોઢ લાખ જેવી થવા જાય છે. આટલો મોટો જથ્થો નજીકના કેન્દ્ર શાસિત દીવ પ્રદેશમાંથી લાવયો હોવાનું સામે આવ્યો છે. વિજિલન્સના હેડ કોન્સ. યુસુફખાન શેરખાને કોડીનાર પોલીસમાં ફરિયાદ આપતા આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *