જામકંડોરણાના વાવડીની સીમમાંથી 13 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા

જામકંડોરણા નજીકના વાવડી ગામની સીમમાં ગતરાત્રીના પોલીસે રેડ પાડી 13 ઇસમોને જુગારનો ખેલ ખેલતા ઝડપી પાડી પોણો લાખની રકમ તથા વાહન અને મોબાઈલ મળી રૂ.3.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જામકંડોરણા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ગતરાત્રીના વાવડી ગામની સીમમાં  જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ રેડ દરમિયાન જુગારનો ખેલ ખેલતા મકસુદ આમદ ગામેતી(રહે.ધોરાજી), ઇકબાલ હાજી રાઠોડ(રહે.જેતપુર), રફીક ઝીકર ધાંચી(રાજે.જેતપુર), કારૂક હબીબ સૈયદ, અખતર ઇકબાલ મેમણ, અખતર અબ્દુલ મલેક(રહે.ત્રણેય ધોરાજી), સુનિલ પરસોતમ જાદવ,ઈમરાન સતાર ચૌહાણ, મુસા કાસમ કટારીયા(રહે.ત્રણેય જેતપુર), લતીફ અબ્બાસ મેમણ, હનીફ ઇકબાલ કાદરી(રહે.બને ધોરાજી), ઇબ્રાહીમ અલારખા સામા(રહે.જુનાગઢ)તથા હુસેન જીવા કાથરોટીયા(રહે.જેતપુર)ને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી 70,750ની રોકડ જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન વાવડી ગામનો જયવીરસિંહ ઉર્ફે ટીનુભા રૂપસિંહ જાડેજા નાસી છૂટયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ ઉપરાંત એક કાર અને બાઇક તથા 13 મોબાઈલ મળી 3,10,750 નો મુદામાલ જપ્ત કર્યો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *