ગોંડલમાં મકાનના બાથરૂમમાં છૂપાવેલો રૂ.10.92 લાખનો શરાબ જપ્ત

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના અનુસાર એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.જે.એ.ચાવડા અને પો.સબ..ઇન્સ.એચ.એ.જાડેજાએ મળેલી બાતમીના આધારે ગોંડલ શહેર વિસ્તારમાંથી ભારતીયો બનાવટના વિદેશી શરબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ કામના શખ્સએ પોતાને આર્થિક લાભ થાય તે માટે ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો પોતાના કબ્જા ભોગવટાના રહેતા મકાનમાં આવેલા બાથરૂમમાં નીચે ભોંયરૂ બનાવી તેમાં છુપાવેલ હતો. અરૂણભાઈ નંજલાલભાઈ પરમાર(ઉ.વ.34 ધંધો-મજૂરી રહે.ગોંડલ, હરભોલે સોસાયટીની બાજુમાં વિરજીભાઈ પાર્ક)પાસેથી (એલ.સી.બીના સ્ટાફે)ભારતીય બનાવટની વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ-2568 કિંમત રૂપિયા 10,92,900ની અને 1 હજારના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *