ભાવનગરમાં યુવતી પર તલવાર વડે હુમલો કરાયો

ભાવનગર શહેરનાં દેસાઈનગરમાં રહેતી યુવતિ પર ઇસમે બોલાચાલી કરી તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બાબતે  ડી.ડિવિઝન પોલીસ સુત્રોથી મળતી માહિતી અનુસાર શહેરનાં દેસાઇનગરમાં લક્ષ્મી રેસીડેન્સીનાં બ્લોક નંબર 304માં રહેણાક જુલીબેન રતિભાઈ પટેલ(ઉ.વ.19)એ ગઢેચી વડલા, ઝવેરભાઈની વાડીમાં રહેણાક ગૌતમ રાઠોડ નામના ઈસમ વિરુધ્ધ એવી ફરિયાદ લખાવી હતી કે તેણી પોતાના મિત્ર સાથે વાત કરી રહી હતી તે જોઈ જતાં ગૌતમ રાઠોડે ખુલ્લી તલવાર સાથે ધૂસી આવી ‘ઇ કેમ બીજા સાથે વાત કરે છે?!’  તેમ કહી અપશબ્દો બોલી  તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. જુલીબેન લખાવેલી ફરિયાદનાં આધારે ડી.ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.આઈ.કે.એમ.રાવલે ગૌતમ રાઠોડને પકડી લેવા તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *