શાપર નજીક અજાણી કારની હડફેટે બાઈકચાલકનું મૃત્યુ
શાપર નજીક એક અજાણ્યા કારના ચાલકે બાઇકને હડફેટે લેતાં બાઈકસવાનું ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ થયું હતું. શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતા મોહનભાઇ બધાભાઈ વાણિયા ઉ.વ.55 ગઇકાલે બપોરે ભરેડી ગામ ખાતેથી એક સંબંધિના ખબર અંતર પૂછી શાપર પાછા આવી રહ્યા હતા તે દરમિયાન હરગંગે વે-બ્રીજ નજીક અજાણ્યા કારચાલકે મોહનભાઈનાં બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ નીપજયું હતું. મૃતક મોહનભાઇને સંતાનમાં 2 પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે.