આદિપુરમાં દોરી વડે યુવાને ઘરમાં જ ફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

આદિપુરના વોર્ડ-1/એ ના પ્લોટ નંબર 304 માં રહેતા 29 વર્ષીય મુકેશ હીરાલાલ ચારણે ગત રાત્રે 9 વાગ્યાની વેળામાં  પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું તેનો મૃતદેહ લઇ આવનાર પ્રવિણભાઇ બારોટે આપેલી વિગત રામબાગ હોસ્પિટલના ડોકટરે આદિપુર પોલીસને જણાવતાં પીએસઆઇ બી.વી.ચુડાસમા દ્વારા
કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.