ગાંધીધામના સેન્ટ્રલ GST ભવનમાં CBIની ટીમનો દરડો
ગાંધીધામ સ્થિત સેન્ટ્રલ GST ભવનની કચેરીમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) ની ટીમે દરડો પડતાં ચકચાર મચી હતી. ઓડિટ વિભાગના અધિક્ષકની તપાસ સંદર્ભે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જે મોડી રાત્રી સુધી બંધ બારણે ચાલતી રહી હતી. જેમાં તપાસનો ધમધમાટ જારી રહ્યો હોતો સતાવાર વિગતો જારી કરવામાં આવી નથી. ગાંધીધામના CGST ભવનમાં બેસતી વિભાગની ઓડીટ કમિશનરેટ સર્કલની કચેરીમાં બુધવારના મોડી સાંજે CBI ની ટીમ આવી પહોંચી હતી. અહી કાર્યરત એક સુપ્રીટેન્ડેન્ટની વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું બહાર આવવા પામ્યું હતું. નોંધવું રહ્યું કે અગાઉ પણ આ કેસમાં ચર્ચામાં ઉઠી રહેલું નામ કેટલાક પ્રકરણોમાં લોબીંગ, લાઈઝનીંગની પ્રક્રિયામાં સામેલ રહ્યું હતું.
તો રાજનેતાઓ સાથે સીધી રીતે સંકળાયેલા હોવા બાબતે પણ થતા દાવાઓ ઘણા પ્રશ્નો જન્માવે છે. આ તપાસનો વિષય છે કે સ્થાનિક વ્યક્તિજ સેંટ્રલ કસ્ટમ વિભાગમાં અલગ અલગ પદો પર સ્થાનિક સ્તરેજ વર્ષોથી કઈ રીતે સ્થાઈ થયેલા છે. મોડી રાત્રી સુધી બંધ દરવાજે ચાલતી તપાસ ક્યાં કેસ સબંધે છે તે અંગે કોઈ સ્પષ્ટતા થવા પામી નહતી.