ગે.કા. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીય૨ નો જથ્થો કી.રૂ ૫,૧૫,૮૦૦ / નો ગણનાપાત્ર શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસ૨ પ્રોહિ / જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટરશ્રી ઝેડ.એન.ઘાસુરા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.જે.સિસોદીયા સાથે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે ભચાઉ તાલુકાના જુની મોટી ચિરઈ ટ્રાન્સ્પોર્ટનગરથી મીઠાના અગર તરફ જતા કાચા રસ્તાની બાજુમાં આવેલ કારાસર સીમમાં બાવળની ઝાડી પાસે ખુલ્લી જગ્યાયામાં આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે જુની મોટી ચિરઈ તા.ભચાઉ વાળાએ પોતાના માણસો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉતારેલ છે અને હેરાફેરી કરી રહેલ છે જે બાતમી આધારે તાત્કાલીક પહોંચી રેઇડ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .
વિગતો – (૧) માઈલ સ્ટોન બ્લુ ત્રીપલ ડીસ્ટીલડ ગ્રેન વ્હીસકી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ના માર્કા વાળી ૭૫૦ મી.લી.ની કાંચની કંપની સીલબંધ બોટલો નંગ- ૭૫૬ – બોટલ નંગ – ૭૫૬ કિમત રૂ – ૨,૬૪,૬૦૦/- (૨) માઇલ સ્ટોન બ્લુ ત્રીપલ ડીસ્ટીલડ ગ્રેન વ્હીસકી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ના માર્કા વાળી ૩૭૫ મી.લી.ની કાંચની કંપની સીલબંધ બોટલો નંગ- ૭૨૦ – બોટલ નંગ – ૭૨૦ – કિમત રૂ – ૧,૨૬,૦૦૦/- (૩) માઇલ સ્ટોન બ્લુ ત્રીપલ ડીસ્ટીલડ ગ્રેન વ્હીસકી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલીના માર્કા વાળી ૧૮૦ મી.લી.ની કાંચની કંપની સીલબંધ બોટલો કવાટરીયા નંગ ૭૦૦ – બોટલ નંગ – ૭૦૦ – કિમત રૂ – ૭૦,૦૦૦/- (૪) કીંગફીશ૨ . એક્સ્ટ્રા સ્ટ્રોંગ પ્રીમીયમ બીય૨ ફોર સેલ ઈન મધ્યપ્રદેશ ઓનલીના માર્કા વાળી ૫૦૦ મી.લી.ની ટીન ના સીલબંધ બીય૨ ટીન નંગ ૫૫૨ – બોટલ નંગ – ૫૫૨ – કિમત રૂ – ૫૫,૨૦૦/- (૫) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા. નો ચાલક – કિંમત રૂ – ૪૦,૦૦૦/- કુલ કિ – ૫,૫૫,૮૦૦/-
> વોન્ટેડ આરોપીઓ : ( ૧ ) યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહેજુની મોટી ચિરઇ તા.ભચાઉ ( ૨ ) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા. નો ચાલક ( 3 ) માલ મોકલનાર ( ૪ ) તપાસમાં નીકળે તે
કામગીરી કરનાર અધિ / કર્મચારી ભચાઉ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે . આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેકટરથી ઝેડ.એન.ઘાસુરા તથા પો.સબ.ઇન્સ આર.જે.સિસોદીયા તથા ભચાઉ પોલિસ સ્ટાફ સાથે રહી કરવામા આવી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી