દયાપર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ઝડપાયો.
દયાપર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા નાં એટીએમ મશીનને આરોપીએ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામા જીયાપરના કાંતિલાલ કરશન લીંબાણીની અટક કરવામાં આવી હતી. પોલીસે એ માહિતી આપતા જણાવ્યુ હતું કે દયાપાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ના એટીએમને 30-10-2018નાં રાત્રિના અરસામાં આરોપીએ નિશાન બનાવીને ખુલા મકાનમાં પ્રવેશ કરીને મશીનમાંથી ચોરી કરવાના ઇરાદે હેન્ડલ તોડીને ચોરીની કોસીસ કરવામાં આવી હતી આ ઘટનામાં ઇસમની ધરપકડ કરવામાં આવી છે.