પીપાવાવ મરીન પોલીસ વિસ્તારના ઉંચેયા ગામેથી રાજુલા પોલીસે 200 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો, એક ફરાર

copy image

આજે ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમારની સીધી સુચનાથી પીપાવાવ મરીન પોલીસને દૂર રાખી ઉંચેયા ગામની સીમ વિસ્તારમાં દેશી દારના અડ્ડા ઉપર રાજુલા પોલીસે રેડ પાડી હતી. પોલીસે 200 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. તથા 19 ગોળના ડબ્બા, 4 હજાર લીટર આથો સહિત દેશી દારૂ બનાવવા માટેનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે કુલ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પીપાવાવ મરીન પોલીસને સોંપ્યો છે. રાજુલા પી.એસ.આઈ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. અહીં સ્થાનીક ગ્રામ્ય વિસ્તારના લોકોએ પી.એસ.આઈ.ની બદલી કરવાની પણ માંગણી કરી હતી.

આ અંગે આરોપી દિલુ જીવાભાઈ બોરીચા, વનરાજ હાથીભાઈ ધાખડા સામે ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં આરોપી દિલુ બોરીચાની પોલીસે અટકાયત કરી છે. જ્યારે વનરાજ નામનો આરોપી ફરાર છે તેને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરાઈ છે. થોડા મહિના અગાઉ પીપાવાવ પોર્ટ હાઇવે ઉપર પાનના ગલ્લે દેશી દારૂ વહેંચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હાઇવે ઉપર ખુલ્લે આમ દેશી દારૂ વિતરણ થઈ રહ્યું હતું તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી.