અર્થકવેક મ્યુઝિયમની હાઇડ્રોલિક લિફ્ટ અવારનવાર બંધ થઈ જતાં પ્રવાશીઓમાં કચવાટ

copy image

સ્મૃતિવનની એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે તો અર્થકવેક મ્યુઝિયમને 30 હજાર જેટલા પ્રવાસીઓએ નિહાળી ચૂક્યા છે. કચ્છ આવવા માટે સફેદ રણ પછી સૌથી મોટું આકર્ષણ એવા સ્મૃતિવનમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત ભૂકંપ સંગ્રહાલયની સગવડતાઓમાં ક્યાંક ને ક્યાંક કચાશ આવનારમાં લોકોમાં કચવાટ ફેલાવે છે. મ્યુઝિયમ શરૂ થયા પાછો 50 દિવસમાં ત્રણથી ચાર વખત હાઇડ્રોલિક લિફ્ટ બંધ થઈ જતા વરિષ્ઠ તથા મહિલા મુલાકાતીઓ માટે સંપૂર્ણ સંગ્રહાલય જોવું મુશ્કેલીરૂપ બન્યું.

ઉલ્લેખનીય છે કે 300 રૂપિયા જેટલી મોંઘી ટિકિટ ખર્ચ્યા પછી જો મુલાકાતથી આખું મ્યુઝિયમ જોઈ શકે નહિ તો નિરાશ થાય.અદ્યતન ટેકનોલોજીથી નિર્મિત ભૂકંપ સંગ્રહાલયમાં વિવિધ વિષયોને સાંકળીને અદભુત સગવડતાઓ સાથેનું મ્યુઝિયમ સ્મૃતિવનમાં બનાવાયુ છે. સિનિયર સિટીઝન અને મહિલા મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને બધા જ વિભાગની મુલાકાત લઈ શકે તે માટે છ હાઈડ્રોલિક લિફ્ટ પણ ઊભી કરાઈ છે. જો કે, લોકાર્પિત થયા પછી આ લિફ્ટ સંચાલકો અને પર્યટકો માટે અવારણવાર બંધ થવાને કારણે માથાના દુખાવા સમાન બની છે.

આ બાબતે સોની પ્રોજેક્ટના કર્મચારી વલીમભાઈ જણાવ્યું હતું કે આ લિફ્ટ હાઈડ્રોલિક સિસ્ટમથી ઓપરેટ થતી હોવાથી તેનું યોગ્ય જાણકાર વ્યક્તિ દ્વારા સંચાલન થવું જોઈએ. તેમજ મેન્ટેનન્સ માટે ખાસ કુશળતા ધરાવતા ઇજનેર અમદાવાદથી આવે ત્યાં સુધી તે બંધ રહે છે જોકે હાલ ચાલુ હોવાનું ઉમેરી અને આવી કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તેના માટેના કંપની દ્વારા પ્રયત્ન ચાલુ હોવાનું કહ્યું હતું. જીએસડીએમએ ના અધિકૃત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં લિફ્ટ બંધ હતી ત્યારબાદ ચાલુ જ છે.

બંધ હતી તે સમયગાળામાં કદાચ અગવડતા પડી હોઈ શકે. વાસ્તવમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ છ હાઇડ્રોલિક લિફ્ટ સુપ્રત કરાઈ ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફટી ફીચર હોવા જોઈએ તે પૂર્ણ થયા ન હતા. હાલમાં તે પણ લગાવવામાં આવ્યા હોવાથી કોઈ દુર્ઘટનાને અવકાશ નહી.