કાર અને બાઇક અથડાતાં કારમા આગ ભભૂકી, બાઇક ચાલકનું આગની લપેટમાં મોત
વાવ જોખા રોડ પર રાત્રે અલ્ટો કાર અને એફ ઝેડ બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સીએનજી કારમાં આગ લાગતાં કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો, જ્યારે બાઇક ચાલક આગની લપેટમાં આવી જતા સ્થળે પર જ મૃત્યુ નીપજયું હતું. અન્ય પાછળ બેસેલા યુવકને પણ ઇજા પહોચવાથી સારવાર અર્થે ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.
વાવ ગામમાં રહેતા શૈલેષભાઇ દિપકભાઇ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર નં (GJ -05RB -6167) લઇને વાવથી બારડોલી દવાખાને જઈ રહ્યા હતા.વાવથી જોખા રોડ પર સીકોતર માતાનાં મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પુર પાટે આવતી FZ બાઇક નં (GJ -05 ME – 0105)નાં ચાલક અલ્ટો કાર સાથે અથડાતા, બાઇકનો ચાલક કારના બોનેટ પર પડ્યો હતો. અલ્ટો કાર સીએનજી હોવાના કારણે કારમાં આગ લાગી હતી. કાર ચાલકને કારનો કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યો જ્યારે બાઇક ચાલક યુવકના શરીરે આગ લાજીઆઇ ઉઠતાં ગંભીર રીતે દાઝી જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.