ત્રણ જુદી જુદી જગ્યાએથી થયેલી વાહન ચોરી ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને બનાસકાંઠા એલસીબી પોલસે ઝડપી પાડ્યો
copy image
બનાસકાંઠા એલસીબી પોલીસે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા વાહન ચોરી ગુનાનો ભેદ શોધી કાઢ્યો છે. પોલીસે એક ઈસમને પકડી લઈ તેની પાસેથી એક બોલેરો ગાડી, એક ટ્રેક્ટર અને એક લીવો કંપની હોન્ડા જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસને બાતમીના આધારે શંકાસ્પદ આવતી ગાડીને અટકાવીને નરપતસિંહ રાજપૂત નામના ચાલકની પૂછતાછ કરી હતી. જેમાં તેણે કબુલ્યુ કે, બોલેરો ગાડી જે પાલનપુર પચ્છિમ પોલીસ સ્ટેશનમાં અને એક ટ્રેક્ટર ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જ્યારે હોન્ડા લીવો કંપનીનું જેનો જે પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જે મુદ્દામાલ સાથે એલસીબી પોલીસ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.