જામનગરના હાપામાં ધાણા-જીરૂના પેકિંગના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી
copy image
જામનગરના હાપામાં આવેલા ધાણાજીરૂના પેકિંગના એક કારખાનામાં અકસ્માતે આગ લાગવાથી ધાણાજીરુંના બાચકા સળગવા માંડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને સમયસર પહોંચી જઈ પાણીના બે ટેન્કર વડે આગને કાબુમાં કરી હતી. જેથી ધાણાજીરૂનો 70 ટકાથી વધુ જથ્થો બચી ગયા છે.પરંતુ આગની લપેટમાં મોટું નુકસાન થયું છે.
જામનગરના હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શ્રી ક્વોલિટી પેકર્સ નામના ધાણા જીરુંના પેકિંગના એક કારખાનામાં આજે સવારે 9.00 વાગ્યાના સામગાળામાં અકસ્માતે આગ લાગી ગઈ હતી. આ અંગે ફેક્ટરીના સંચાલક જયેશભાઈ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાનો સંપર્ક સાધતાં આ ફાયર શાખાના જવાનો બે ફાયર ફાઈટર સાથે તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લેવાઈ હતી અને સમયસર આગ વધતી અટકી ગઈ હોવાથી 70 ટકા જેટલો ધાણાજીરું ભરેલા બાચકાનો જથ્થો બચી ગયો હતો.