માંડવીના બાડામાં મજૂરોની મશ્કરી બાબતે ઠપકો આપતા, મનદુખ રાખી યુવાનની હત્યાનો પ્રયાસ કરાતા ફરિયાદ નોંધાઈ
માંડવી તાલુકાના બાડા ગામમાં પિતા અને પુત્રો મળી ચાર લોકોએ વાડીમાલીક પર ઘાતક હુમલો કરી હત્યાનો પ્રયત્ન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે માંડવી પોલીસમાં ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયત્ન સહિતની કલમો તળે ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
બાડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ નાનુભા પઢિયારે માંડવી પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે.વાડીએથી ટ્રેક્ટરમાં મજૂર લઇ ઘરે આવતા સમયે મજૂરોની મશ્કરી કરતા ફરિયાદીએ આરોપીને ઠપકો આપ્યો હતો. જે વાતનું મનદુઃખ રાખી બાડા ગામના નરશીભાઈ કોલી,રાજેશ કોલી,મુકેશ કોલી તથા દિપક કોલીએ રાત્રે નવેક વાગ્યાની વેળામાં ફરિયાદીની વાડીએ જઈ બોલાચાલી કરી મારામારી કરાતા ફરિયાદીને માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારતા ગંભીર ઈજાઓ થઈ હતી.રાડારાડી કરતા આસપાસથી અન્ય લોકો દોડી આવ્યા જેથી આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક લઇ ભાગી ગયા હતા.ગંભીર ઈજા પહોચવાના કારણે ફરિયાદીને માંડવીની એમ્સ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા.જેમાં માથાના ભાગમાં 22 ટાકા આવ્યા હતા. માંડવી પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.