અંજાર કોર્ટે બાઉન્સ થયેલા ચેકની બમણી રકમ ચૂકવવા સાથે આરોપીને એક વર્ષની સજા ફટકારી
મેઘપર-બોરીચીમાં રહેતા ઇસમે ફાયનાન્સ પેઢી પાસેથી લીધેલા રૂપિયા અને તેનો વ્યાજ ચૂકવ્યો ન હતો. જેના બદલામાં આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો. આ કેસમાં આરોપીને ચેકની બમણી રકમ સાથે એક વર્ષની સજા ફટકારવામાં આવી.
આ અંગે મળતી માહિતી મુજબ મહેતા ફાઇનાન્સના ભાગીદા૨ ફરીયાદી દેવેન્દ્ર જવાહરલાલ મહેતા દ્વારા અંજારની કોર્ટમા અંજાર તાલુકાના મેઘપર-બોરીચીની નવરત્ન રેસિડેન્સીમાં રહેતા આરોપી હનવતસિંહ ગિરાધારીસિંહ રાઠોડ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. આરોપીએ ફરિયાદીની ફાયનાન્સ પેઢી માંથી રૂપિયા લીધા પછી છ મહિના સુાધી વ્યાજ કે મૂડી ન ચુકવતા તેના બદલામાં ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક બાઉન્સ જતાં આરોપીને નોટિસ આપી હતી અને પછી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અદાલતે ચેકની રકમના 10% રકમ જમા કરાવવાનો હુકમ કર્યો હતો. છતાં આરોપીએ રકમ જમા કરવી ન હતી. જેથી કોર્ટે આરોપીનો હક્ક બંઘ કરી આરોપીની રીવીઝન અરજી પણ રદ્દ કરી નાખી હતી. જે કેસ ચાલી જતાં અંજારની જયુ.મેજી.ફસ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આરોપી હનવંતસિહ રાઠોડને એક વર્ષની કેદની સજા તાથા ચેકની બમણી ૨કમ ફરીયાદીને ૩૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે સામતભાઇ ગઢવી, ગોવિંદભાઇ ગઢવી અને અલ્પેશભાઇ બારોટ દ્વારા દલીલો કરવામાં આવી હતી