ગે.કા હથિયા૨ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા , સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગાડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં ગે૨કાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમ દ્વારા મળેલ બાતમી આધારે દેવળીયા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રીજ ( પુલ ) ની આગળ મીંદીયાણા રેલ્વે સ્ટેશન તરફથી આવતા કાચા રસ્તા ઉપર દેવળીયા ગામની સીમ તા.અંજાર કચ્છમાં રહેતા અલીમામદ કાસમભાઈ મથડાએ પોતાના કબ્જામાં ગે.કા રીતે વગ૨ ૫૨મીટે હાથ બનાવટનો દેશી બંદુક તથા લખોટી સાઈઝના લોખંડના ગોળ છરા તથા દારૂગોળો રાખી કુલ કિં રૂ .૫૨૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ મે. જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજનાઓના હથિયાર બંધી જાહે૨ નામાનો ભંગ ગુન્હો કરેલ જે તેમના વિરુધ્ધર્મ્સ એક્ટ૨૫ ( ૧ – બી ) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ અંજાર પો.સ્ટે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઃ અલીમામદ કાસમભાઇ મથડા ઉ.વ .૫૦ રહે. દેવળીયા મુસ્લીમવાસ તા.અંજાર – કચ્છ
મુદ્દામાલની વિગત ( ૧ ) હાથ બનાવટનો દેશી બંદુક નંગ -૧ કિં.રૂ .૫૦૦૦ / ( ૨ ) લખોટી સાઈઝના લોખંડના છરા નંગ -૧૨ તથા ગોળ છરા નંગ -૧૫૭ તથા ચાપડી નંગ -૩૮ તે ત્રણેયની કિ.રૂ .૦૦ / ૦૦( ૩ ) કાળા આશરે ૧૦૦ ગ્રામ કિ.રૂ .૨૦૦ / કુલ કિ.રૂા.૫૨૦૦- / ના મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ