મુંદરા પાસે છકડો રિક્ષા સાથે હાઇડ્રા ટકરાતાં કંપની કામદારે જીવ ગુમાવ્યો
મુંદરા નગરની ભાગોળે અદાણી બંદર તરફ જતાં માર્ગ ઉપર જીરો પોઇન્ટથી ટી. પોઇન્ટ વચ્ચે હાઇડ્રા વાહન ઉતારૂ રિક્ષા સાથે ટક્કરતા સર્જાયેલા અકસ્માતમાં નાના કપાયા ગામના દામજી પુંજાભાઈ ઘેડા(ઉ.વ.48) નામના કંપની કામદારનું મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો અનુસાર ગણાત્રા યાર્ડ નજીક આ કિસ્સામાં જી.જે.12-ડી.જે-9765 નંબરનું હાઇડ્રા આગળ જતી જી.જે-12એ.વાય-6306 નંબરની ઉતારૂ રિક્ષા સાથે ટકરાતાં અકસ્માત થયો હતો.રિક્ષામાં સવાર થઈને પોતાની નોકરી ઉપર ટી.જે. કંપનીમાં જઈ રહેલા દામજીભાઈ ધેડાને છાતી તથા પેટમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. બાદમાં બધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ સારવાર દરમિયાન જનરલ હોસ્પિટલમાં તેમનું મોત નીપજયું હતું. ઘટના અંગે ઝરપરાના પીયૂષ શામરાભાઈ જોષીએ નાશી ગયા હાઇડ્રાના ચાલક સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફોજદાર એન.એચ. ચુડાસમાએ કાર્યવાહી હાથ ધરી છે.