મિરજાપરમાં લોખંડમનાં પાઇપ વડે હુમલામાં યુવાન ઇજાગ્રસ્ત.

ભુજ તાલુકાના મિરજાપર ગામે યક્ષનગરી વિસ્તારમાં લોખંડનાં પાઇપ વડે કરેલા હુમલામાં રમેશ વેલજી કોળી(ઉ.વ.27)ને લોખંડનો પાઇપ મારતા માથામાં ટાંકા આવવા સહિત ઇજાઓ પહોચી હતી. સારવાર માટે ભુજની જનરન હોસ્પિટલમાં ખસેડાયેલા ઇજાગ્રસ્ત યુવાનની પત્નીએ લખાવેલી ફરિયાદ અનુસાર ગઇકાલે મોડીસાંજે રાજેશ આધા મામદ કોળીએ આ હુમલો કર્યો હતો. શખ્સ ફોન ઉપર ભોગ બનનારનાં ઘર નજીક અપશબ્દો બોલતો હોય તેને આવું કરવાની નાં પાડતાં તે બાબતની તકરારમાં આ હુમલો થયો હોવાનું પોલીસ સમક્ષ નોંધવાયું છે.