અંજારના ચાંદ્રાણીની કંપનીમાં કામદાર યુવક પર લોખંડની કોયલ પડતાં મોત

અંજાર તાલુકાના ચાંદ્રાણીની નજીક આવેલી કંપનીમાં કામ કરી રહેલા કામદાર યુવાન ઉપર લોખંડની કોયલ પડતાં માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઇજા પહોચતા મોત થયું હોવાની ઘટના પોલીસ ચોપડે દાખલ થઈ છે. મળતી માહિતી અનુસાર લાખાપર રહેતો 22 વર્ષીય રમેશભાઇ વેલજીભાઇ માતા (આહિર) ચાંદ્રાણી નજીક આવેલી મિનાક્ષી કંપનીમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક તેના ઉપર જ લોખંડની કોયલ પડતાં માથામાં અને હાથના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.

ઇજા પામેલા યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેણે દમ તોડ્યો હોવાનું તબીબે જણાવ્યુ હતું. યુવકને લઇ આવનાર લાખાપરના જગદિશભાઇ વાસણભાઇ આહીરે આપેલી વિગતો દુધઇ પોલીસને આપવામાં આવી હતી. હાલમાં અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ આર.બી.રાણાએ હાથ ધરી છે.