કંડલામાં ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજ ટેન્ક લીક થતા તર્કવિતર્ક સર્જાયા

કંડલામાં આવેલ ઈફ્કોના ફોસ્ફોરિક એસિડ ટેન્ક લીકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી, લોકોમાં ભયનો માહોલ ફેલાયો
આ અંગે ઈફ્કોના જનસંપર્ક અધિકારી નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અમારી ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજ ટાંકીના તળિયેથી હળવો લિકેજ છે. ફોસ્ફોરિક એસિડને અન્ય સ્ટોરેજ ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે અને લીકેજને તાત્કાલિક પકડવામાં આવી રહ્યું છે.ટાંકીની નજીકના ઢોળાયેલા એસિડને ચૂનો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે છે. અમે આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓને અનુસરીએ છીએ.આ સંપૂર્ણ પર્યાવરણ સુરક્ષા અને સલામતીની ખાતરી કરે છે.નોંધવું રહ્યું કે કંડલામાં વારંવાર જ્વશીલ પદાર્થ સ્ટોરેજ ટેન્ક લીક થતા આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાદળ છવાયુ છે, લોકોની સલામતી ઉપર અનેક સવાલો સર્જાયા છે
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ