આડેસર પો.સ્ટે.નાં પ્રોહીબીશનનાં ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાન સભાની ચુંટણી અન્વયે એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સપેકટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા એલ.સી.બી ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન નીચે જણાવ્યા મુજબના નાસતા ફરતા આરોપીને રાઉન્ડ અપ કરી અટક કરવાની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે .

પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ ( ૧ ) આડેસર પો.સ્ટેગુ.૨.જી-૦૧૪૩ / ૨૦૨૨ પ્રોહી કલમ -૬૫ એ.ઇ , ૧૧૬ બી વિગેરે આરોપી– યોગેશ કેશુભાઇ મકવાણા રહે . પ્રાગ૫૨ તા.રાપર

      આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ