વિસનગરમાં ગાડીએ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2022/11/image-46.png)
વિસનગરના ગુંજા ગામ તરફથી વડનગરથી પત્નીને તેડવા જઈ રહેલા યુવકને કાર ચાલકે રોંગ સાઈડમાં ઠોકર મારતા રોડ પર નીચે પટકાતા ઇજાઓ થઈ હતી. ઠોકર મારી નાસી જનાર ગાડી ચાલક વિરુદ્ધ યુવકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
વડનગરના અમરથોળ વિસ્તારમાં રહેતા તોફિકમિયા સબિરમિયા શેખ પોતાના ઘરેથી મોટર સાઈકલ લઈ તેમની પત્નીને પિયરમાંથી લેવા માટે જઈ રહ્યા હતા. ગુંજા ગામથી આગળ વિસનગર તરફ વિક્રમ ફાર્મ પાસે પહોંચતા ફોર વ્હીલ ગાડી (GJ.02.DM.9094) ચાલકે રોંગ સાઇડમાં આવી ઠોકર મારતા નીચે પટકાતા બાઇક ચાલકને ઇજાઓ થઈ હતી. પોલીસે વધુ તપાસ આદરી છે.