ગોંડલમાં ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી 69,200નો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ફરાર
copy image
ગોંડલ તાલુકાના હડમતીયા ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. રેડ દરમિયાન અંધારાનો લાભ લઇ વાડીમાલીક સહિત ત્રણ શખ્સો ભાગી જતા પોલીસે તેને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે. કુલ રૂ. 69 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતોતે દરમિયાન મળેલી બાતમી આધારે પોલીસે હડમતીયા ગામની સીમમાં આવેલા ધવલ ભીમજી ગુજરાતીની વાડીમાં રેડ પાડતા ઓરડીમાં જુગાર રમતા અતુલ બાવનજી અમીપરા રહે.જસાપર તા.જામકંડોરણા, ધર્મેન્દ્ર નારૂ રહે.નાધુ પીપળીયા તા.લોધીકા અને અંકીત મગન પરમાર રહે.નાધુ પીપળીયાને પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડ 16 હજાર 200મના ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. 69 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન અંધારાનો લાભ લઇ વાડી માલીક ધવલ ભીમજી ગુજરાતી, ધુસા છગન માવાણી અને આશીષ ભીખા ત્રાડા ભાગી જવામાં સફળ રહેતા તેમને પકડી પાડવા માટે પોલીસે શોધખોળ આદરી છે.