મહુવાની મુખ્ય બજારમાં ફૂટવેરની દુકાનમાં આગલાગતાં લાખોની મતા બળીને ખાખ
copy image
સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી પરંતુ ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીદિહો હતો. આ બનાવમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ છે.
મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાના અનાવલ મુખ્ય બજારમાં ફેમિલી ફૂટવેર નામની દુકાન છેલ્લા 9 વર્ષથી સરફરાઝ ગફાર હમજાણી ચલાવી રહ્યાં છે. જે દુકાનમાં ગતરોજ મોડી રાત્રે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તફરી સર્જાઈ હતી. આગ શોર્ટસર્કિટના લીધે લાગી હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતુ. તેઓના જણાવ્યા અનુસાર આગની ઘટનામાં 20 લાખથી વધુનું નુકશાન થવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.