મોટી ખેડોઈમાંથી 28 હજારના શરાબ સાથે એક ઇસમ પકડાયો

અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે મોટી ખેડોઇ પાસે હોટલની પાછળ આવેલી વાડીમાં તજવીજ કરતાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો તેની સાથે એક ઈસમની ધડપકડ કરી હતી જ્યારે એક ઈસમ મળી આવેલ ન હતો. આ બાબતે મળતી માહિતી અનુસાર અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે મોટી ખેડોઈ સરદારની હોટલ પાછળ આવેલ વાડીની ઓરડીમાં તજવીજ કરતાં 49 બોટલ અંગ્રેજી શરાબ અને ૧૧૮ નંગ બીયરના ટીન મળી કુલ 28,250નો શરબનો જથ્થો મળી આવ્યો હતો જેમાં રવિ રામા મહેશ્વરીની ધડપકડ કરી હતી જ્યારે જયરાજસિંહ પ્રભાતસિંહ જાડેજા સ્થળ પર મળી આવેલ ન હતા. બંને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *