પલાંસવામાંથી 1.08 લાખનો દારૂ મકાનમાંથી મળી આવેલ, રેડ દરમિયાન શખ્સ હાજર મળ્યો નહીં

રાપર તાલુકાના પલાંસવા ગામ ખાતે રહેણાકના મકાનમાં આસેસર પોલીસે રેડી પાડી રૂ.૧,૦૦,૮૦૦ની કિંમતનો ભારતીય બનાવટનો ઇગ્લિંશ દારૂ પકડ્યો હતો પણ ઈસમ દરોડા સમયે હાજર મળ્યો ન હતો. આ રાપર તાલુકાના પલાંસવા ગામ ખાતે રહેણાકના મકાનમાં આડેસર પોલીસે રેડ પાડી રૂ. 1,00,800ની અંગે આડેસર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર,આડેસર પોલીસ સ્ટેશનની ટીમ પીએસઆઈ જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રેટ્રોલિંગમાં હતી તે સમયે સવારે બાતમી મળી હતી કે, પલાંસવા ગામ ખાતે રહેતા ડાહ્યાં કુંભા રાજપુત પોતાના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બાતમીના આધારે આડેસર પોલીસે દરોડો પડતાં ઈસમના મકાનના ફળિયાના ઢાળિયામાં છુપાવેલા રૂ.57,600 ની કિંમતના ભારતીય બનાવટના 1276 ક્વાર્ટરીયા અને રૂ.43,200નિ કિંમતની 750 એમએલની બિયરની બોટલો મળી કુલ રૂ.1,00,800 ની કિંમતનો ભારતીય બનાવટનો ઇગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે,ઈસમ ડાહ્યાં કુંભા રાજપુત પોલીસને હાથમાં આવ્યો ન હતો. આડેસર પોલીસે મુદામાલ જપ્ત કરી ફરાર ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.