અંજારના કુંભારિયા નજીક પરવાના વિનાની બંદૂક સાથે 1 શખ્સને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ
copy image
અંજારના કુંભારીયા પાસે પરવાના વિનાની દેશી બનાવટની બંદૂક લઇને જઇ રહેલા શખ્સને પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સવારે અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કુંભારીયા ચાર રસ્તે પહોંચતા બાતમી મળી હતી કે, કુંભારીયાનો શબ્બીર કાસમ થેબા ગેરકાયદેસર હથિયાર લઇ ગામથી ખેડોઇ સીમ તરફ જઇ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી શબ્બીરને રૂ.5,000 ની કિંમતની પરવાના વિનાની હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી પાડી હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર ચૌધરીએ તેના સામે અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.